Search for:
  • Home/
  • ગુજરાત/
  • સુરત અનેસ્થેસિયા એસોસિયેશન દ્વારા સખિયા સ્કિન કેર ક્લિનિક ખાતે મહિલા દિવસની ઉજવણી

સુરત અનેસ્થેસિયા એસોસિયેશન દ્વારા સખિયા સ્કિન કેર ક્લિનિક ખાતે મહિલા દિવસની ઉજવણી

સ્કિન અને હેયરની કાળજી કેવી રીતે લેવી તે વિશે સેમિનાર યોજાયો

સુરત. સુરત અનેસ્થેસિયા એસોસિયેશન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી સખિયા સ્કિન કેર ક્લિનિક ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે આયોજિત સેમિનારમાં સખિયા સ્કીન કેર સેન્ટરના નિષ્ણાત ડોકટરો દ્વારા હેયર અને સ્કિન કેર વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ અંગે સુરત અનેસ્થેશિયા એસોસિયેશનના ડૉ.કૃતિ અને ડૉ. નીરુ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે તેઓ દ્વારા દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આ વખતે એસોસિયેશન ના સભ્યો અને અન્ય મહિલાઓને સ્કિન અને વાળની કાળજી કેવી રીતે લેવી તે વિશે માહિતગાર અને જાગૃત કરવા માટે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ માટે સખિયા સ્કિન કેર ક્લિનિક ની પસંદગી કરવામાં આવ્યું હતી. અહીં ડોકટર દેવશ્રી પંડ્યા અને ડૉ.મેઘના દ્વારા સૌને સ્કિન અને હેર કેર વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. તેઓ દ્વારા મહિલાઓને મુંઝવતા પ્રશ્નોના જવાબ પણ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે આ બંને મહિલા ડોકટરોનું સન્માન કરવામાં આવ્યું હતું.

ડૉ. દેવશ્રી પંડ્યાએ જણાવ્યું કે, “મહિલાઓએ સ્વસ્થ અને સદાબહાર ત્વચા માટે યોગ્ય કાળજી લેવી જોઈએ. જો મહિલાઓ પોતાની ત્વચાની કાળજી પર ધ્યાન આપે તો તે તેમને શ્રેષ્ઠ આવક આપવા સાથે સાથે આત્મવિશ્વાસને વધારવા મદદ કરે છે. અને જ્યારે મહિલાઓનો આત્મવિશ્વાસ વધે છે, ત્યારે તેઓ દરેક પ્રકારની સમસ્યામાંથી બહાર નીકળી શકે છે, પોતાને તમામ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ રીતે પ્રદર્શિત કરી શકે છે.”

“આ રીતે, સ્વસ્થ ત્વચા માત્ર દેખાવમાં સુધારો લાવતું નથી, પરંતુ આમાંથી જન્મતો આત્મવિશ્વાસ અને આત્મ-સંસ્કૃતિ મહિલાઓને તે બધું સિદ્ધ કરવા માટે પ્રેરણા આપે છે, જે તેઓ જીવનમાં ચાહે છે. જેમ કે ડૉ. મેઘનાએ જણાવ્યું હતું, ‘મહિલાઓએ’ સ્વસ્થ ત્વચા ની કાળજી લે તો , સ્ફૂર્તિ, સકારાત્મક દૃષ્ટિ અને આંતરિક શક્તિ વિકાસી તેમને દરેક પડકાર પર વિજય મેળવવામાં મદદ કરી શકે છે.”