Search for:
  • Home/
  • શિક્ષણ/
  • સ્કેટ કોલેજ ખાતે એઆઇ પર આધારિત કોન્કલેવનું સફળ આયોજન

સ્કેટ કોલેજ ખાતે એઆઇ પર આધારિત કોન્કલેવનું સફળ આયોજન

સુરત: સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, સાર્વજનિક યુનિવર્સિટી, સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી (SCET), સુરત દ્વારા તથા સાઉધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI), સુરતના સહયોગથી, 9 જાન્યુઆરી, 2026ના રોજ સાર્વજનિક યુનિવર્સિટી કેમ્પસ, સુરતમાં એક દિવસીય “Artificial Intelligence (AI) કોન્ક્લેવ – ઇન્ડસ્ટ્રી અકેડેમિયા કનેક્ટ” નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ક્લેવનો હેતુ Artificial Intelligence ક્ષેત્રમાં તાજેતરની પ્રગતિ અંગે જાગૃતિ ફેલાવવાનો તથા નિષ્ણાતો સાથેની ચર્ચા દ્વારા અકેડેમિયા અને ઉદ્યોગ જગત વચ્ચે સહકાર મજબૂત કરવાનો હતો। આ કાર્યક્રમમાં ફેકલ્ટી સભ્યો, વિદ્યાર્થીઓ અને સંશોધકો સહિત 150થી વધુ પ્રતિભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કોન્ક્લેવ દરમિયાન ડૉ. કાર્મેલ મેરી એસ્થર (બેંગલુરુ) દ્વારા AI for Start-ups & the Innovation Ecosystem વિષય પર નિષ્ણાત વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું, જેમાં તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વિકાસક્રમ, આ ક્ષેત્રમાં થતી નવીનતાઓ તથા તેમની નવીન શોધ Zenarchē Engine અંગે વિસ્તૃત માહિતી આપી હતી તથા શ્રીમતી શિવાણી શર્મા દ્વારા ColumsproutAI નું લાઈવ ડેમો રજૂ કરવામાં આવ્યું, જેમાં AIના વ્યવહારુ ઉપયોગો દર્શાવવામાં આવ્યા. આ ઉપરાંત, ઇન્ટરએક્ટિવ પેનલ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બે ઉદ્યોગ નિષ્ણાતો સાથે સાર્વજનિક યુનિવર્સિટીના ડૉ. નિરાલી નાનાવટી અને ડૉ. યેશા મેહતા જોડાયા હતા. પેનલ ચર્ચાનું સંચાલન પ્રોફેસર (ડૉ.) સરોશ દસ્તૂર દ્વારા ઉત્સાહપૂર્વક કરવામાં આવ્યું હતું. આ ચર્ચામાં જનરેટિવ AIના ઉદય, નૈતિક મુદ્દાઓ, તેમજ વિદ્યાર્થીઓ અને ભાવિ એન્જિનિયરો દ્વારા AIનો જવાબદારીપૂર્વક ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે મહત્વપૂર્ણ વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને ડૉ. વંદના શાહ, ડૉ. સારોશ દસ્તૂર અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક સંચાલિત કરવામાં આવ્યું.