સુરત: ગજેરા ગ્રુપ ઓફ સ્કૂલ્સની કતારગામ, ઉત્રાણ, પાલ અને સચિન એમ ચારેય શાખાઓમાં નવરાત્રિ પર્વની ઉત્સાહભેર અને પરંપરાગત રંગોમાં ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ રંગબેરંગી પરંપરાગત વસ્ત્રો સાથે વિવિધ ક્રિએટિવ થીમ પર સુંદર તૈયારીઓ કરીને નવરાત્રિના ઉત્સવને વિશેષ આકર્ષક બનાવ્યો હતો. વાલીઓએ પણ બાળકોને અનોખી અને સર્જનાત્મક થીમ સાથે તૈયાર કરીને મોકલવામાં ઉત્સાહપૂર્વક સહયોગ આપ્યો હતો.

આ પ્રસંગે બેસ્ટ કોસ્ચ્યુમ અને બેસ્ટ ખેલૈયા કેટેગરીમાં પસંદગી પામેલા વિદ્યાર્થીઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગરબા અને રાસની રમઝટ સાથે વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું સુંદર પ્રદર્શન કર્યું હતું.

ગજેરા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ગજેરા ગ્રુપ ઓફ સ્કૂલ્સ, સુરત ના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ચુનીભાઈ ગજેરાના પણ આરતીમાં જોડાયા હતાં. મોટી સંખ્યામાં ઉપસ્થિત બાળકો અને વાલીઓના સહયોગથી નવરાત્રિની ઉજવણી આનંદમય અને યાદગાર બની હતી.
