Search for:
  • Home/
  • હેલ્થ/
  • ઓઇલી અને એકને-પ્રોન સ્કિન માટે ડૉ. સખીયા’ સ એન્ટી એકને કિટનું લોન્ચ

ઓઇલી અને એકને-પ્રોન સ્કિન માટે ડૉ. સખીયા’ સ એન્ટી એકને કિટનું લોન્ચ

22 વર્ષના ડર્મેટોલોજી અનુભવ પરથી તૈયાર 4-સ્ટેપ સ્કિનકેર રૂટિન હવે ઘરે મળશે.

સુરત: ભારતીય ઓઇલી અને એકને-પ્રોન ત્વચા માટે ખાસ વૈજ્ઞાનિક રીતે વિકસિત ડૉ. સખીયા’ સ એન્ટી એકને એન્ડ પિમ્પલ કેર કિટનું સત્તાવાર લોન્ચ સુરતના લાલ દરવાજા સ્થિત સખીયા સ્કિન ક્લિનિક ખાતે કરવામાં આવ્યું હતું. આ કિટ ડર્મેટોલોજિસ્ટ દ્વારા ડિઝાઇન કરાયેલ 4-સ્ટેપ સ્કિનકેર રૂટિન છે, જે હવે ક્લિનિક લેવલની એકને સારવારને સરળ અને સુરક્ષિત રીતે ઘરેથી અપનાવવાની તક આપે છે.

આ અવસરે સખીયા સ્કિન ક્લિનિકના સ્થાપક અને જાણીતા ડર્મેટોલોજિસ્ટ ડૉ. જગદીશ સખીયાએ જણાવ્યું હતું કે, આજના સમયમાં ટીનએજર્સ, યુવાનો અને કામકાજ કરતા વ્યાવસાયિકોમાં એકને અને પિમ્પલ્સની સમસ્યા નોંધપાત્ર રીતે વધી રહી છે. બજારમાં ઉપલબ્ધ ખોટા અથવા બિનવૈજ્ઞાનિક પ્રોડકટ્સ ત્વચાને વધુ નુકસાન પહોંચાડે છે. આથી, 27 વર્ષના અમારા ક્લિનિકલ અનુભવના આધારે એવી કિટ વિકસાવવામાં આવી છે, જે ખાસ ભારતીય ત્વચા માટે સલામત, અસરકારક અને વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત છે.

ડૉ. સખીયા’ સ એન્ટી એકને એન્ડ પિમ્પલ કેર કિટમાં ચાર મહત્વપૂર્ણ સ્ટેપ્સ સામેલ છે.

ફેસ વોશ વધારાનું તેલ નિયંત્રિત કરી પોર્સને ઊંડાણથી સાફ કરે છે.

એ.એમ. ક્રીમ સક્રિય એકને ઘટાડવામાં અને નવા બ્રેકઆઉટ અટકાવવામાં મદદ કરે છે.

હળવી અને નોન-કોમેડોજનિક સનસ્ક્રીન એકનેના ડાઘ અને પિગમેન્ટેશનથી રક્ષણ આપે છે.

નાઇટ ક્રીમ મૂળમાંથી એકને પર કામ કરી ધીમે ધીમે ડાઘોને ફિક્કા બનાવે છે.

આ કિટમાં સેલિસિલિક એસિડ, નાયાસિનામાઇડ, એઝેલાઈક એસિડ, ઝિંક પીસીએ અને હાયાલુરોનિક એસિડ જેવા ડર્મેટોલોજિસ્ટ દ્વારા વિશ્વસનીય ઘટકોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે લાંબા ગાળાની સ્કિન હેલ્થ અને સ્પષ્ટ ત્વચા મેળવવામાં મદદરૂપ થાય છે.

ડૉ. સખીયાએ વધુમાં જણાવ્યું હતું કે, આજના સમયમાં એકને માટે અલગ-અલગ બ્રાન્ડમાંથી ફેસ વોશ, સીરમ, ક્રીમ, સનસ્ક્રીન અને નાઈટ ટ્રીટમેન્ટ ખરીદવાની ફરજ પડે છે, જે રૂટિનને ગૂંચવણભરી અને મોંઘી બનાવી દે છે. આ સમસ્યાના ઉકેલ તરીકે, તમામ જરૂરી સ્ટેપ્સને એક જ બોકસમાં, ડર્મેટોલોજિસ્ટ-ડિઝાઇન રૂટિન સાથે રજૂ કરવામાં આવ્યા છે.

આ લોન્ચ ડર્મેટોલોજિસ્ટ લેવલની એકને સારવારને વધુ સરળ, અસરકારક અને પરવડતી બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે, સાથે જ સ્કિનકેર અંગે જાગૃતિ ફેલાવવાનો પણ મુખ્ય ઉદ્દેશ રાખવામાં આવ્યો હતો.