ઇન્ડોર સ્ટેડિયમમાં સંસ્કાર, શિક્ષણ અને સંસ્કૃતિનો સંગમ, વી. એન. ગોધાણી ઇંગ્લિશ સ્કૂલનો ભવ્ય વાર્ષિક ઉત્સવ ઉત્સાહભેર સંપન્ન
સુરત. શહેરના કતારગામ વિસ્તારમાં આવેલી વી. એન. ગોધાણી ઇંગ્લિશ સ્કૂલ દ્વારા તા. 24 ડિસેમ્બર 2025ના રોજ સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે વર્ષ 2024-25નો ભવ્ય વાર્ષિક ઉત્સવ ગૌરવભેર અને ઉત્સાહભેર યોજાયો હતો. આ કાર્યક્રમમાં શિક્ષણ, સંસ્કાર અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. કાર્યક્રમમાં સુરત શહેરના મેયર શ્રી દક્ષેશભાઇ માવાણી, સાંસદ શ્રી [...]
