Search for:
  • Home/
  • શિક્ષણ/
  • ઓરો યુનિવર્સિટીનો ૧૨મો પદવીદાન સંમારંભ 6 ડિસેમ્બરે યોજાશે

ઓરો યુનિવર્સિટીનો ૧૨મો પદવીદાન સંમારંભ 6 ડિસેમ્બરે યોજાશે

સુરત. ઓરો યુનિવર્સિટી દ્વારા 12મા પદવીદાન સમારોહનું આયોજન શુક્રવાર, 06મી ડિસેમ્બર 2024ના રોજ સાંજે 4:45 કલાકે કરવામાં આવ્યું છે. શ્રી હસુમુખભાઈ પી. રામાના નેતૃત્વ હેઠળ સ્થપાયેલ ઓરો યુનિવર્સિટી, શ્રી અરવિંદ અને માતાજીની દ્રષ્ટિ અને શિક્ષણોથી પ્રેરિત છે. AURO યુનિવર્સિટી એ ઇન્ટિગ્રલ અને ટ્રાન્સફોર્મેશનલ લર્નિંગની પ્રીમિયર યુનિવર્સિટી છે જે વિદ્યાર્થીઓને ભાવિ લીડર બનવા માટે સશક્ત કરે છે. યુનિવર્સિટીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ (NEP-2020)ને સફળતાથી અમલમાં મૂકી છે.

પદવીદાન સંમારંભના મુખ્ય મહેમાન તરીકે પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા હાજર રહેશે, જેઓ હરી કૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રા. લિ.ના સ્થાપક અને અધ્યક્ષ છે. તેઓ માત્ર પ્રખ્યાત ઉદ્યોગપતિ જ નહીં પરંતુ એક નિષ્ઠાવાન પર્યાવરણ પ્રેમી છે, જેમને “લેક્સ મેન ઓફ ઇન્ડિયા” તરીકે ઓળખવામાં આવે છે. તેમણે 160 થી વધુ તળાવ બનાવ્યા છે અને અનેક નદીઓને પુનર્જીવિત કરી છે.
આ પદવીદાન સંમારંભમાં કુલ ૨૭૫ વિદ્યાર્થીઓને ડોકટર ઓફ ફિલોસોફી (Ph.D.), પોસ્ટ-ગ્રેજ્યુએટ ડિગ્રી, અંડરગ્રેજ્યુએટ ડિગ્રી અને ડિપ્લોમા પ્રદાન કરવામાં આવશે. જેમાં ૪૧ રેન્કધારકોને મેડલ આપવામાં આવશે, જેમાં ૧૬ ગોલ્ડ મેડલ અને ૨૫ સિલ્વર મેડલ એનાયત કરાશે. આમાં ૨૩ વિદ્યાર્થિનીઓ અને ૧૮ વિદ્યાર્થિઓનો સમાવેશ થાય છે.

તદ્ ઉપરાંત શાળાવાર ડિગ્રી વિતરણ જોઈએ તો બિઝનેસ સ્કૂલમાં સૌથી વધુ ૧૨૦ વિદ્યાર્થી (Ph.D., MBA, BBA, B.Com), ઈન્ફોર્મેશન ટેક્નોલોજી સ્કૂલ: ૪૪ વિદ્યાર્થીઓ (Ph.D., B.Sc. & M.Sc.: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ), કાયદા શાળા: ૨૮ વિદ્યાર્થી (Ph.D., LLM, 5 વર્ષના BBA-LLB અને BA-LLB), હોસ્પિટાલિટી સ્કૂલ: ૨૩ વિદ્યાર્થી (B.Sc.: HM), લિબરલ આર્ટ્સ અને હ્યુમન સાઇન્સ સ્કૂલ: ૨૩ વિદ્યાર્થી (Ph.D., BA અને BA [Honours]), જર્નાલિઝમ અને માસ કમ્યુનિકેશન સ્કૂલ: ૨૧ વિદ્યાર્થી (BJMC, MJMC), ડિઝાઇન શાળા: ૧૬ વિદ્યાર્થી (M. Des, B. Design: ગ્રાફિક્સ અને કમ્યુનિકેશન, ઈન્ટરસ્પેસ, ફેશન અને ટેક્સટાઇલ્સ). આ વર્ષે ૪ વિદ્યાર્થીઓને Ph.D.ડિગ્રી એનાયત થશે.
પદવીદાન સમારોહ સ્નાતકો, તેમના પરિવારજાનો અને AURO યુનિવર્સિટી પરિવાર માટે ગર્વની ક્ષણ બની રહેશે.