સુરત :, ભારત મંડપમ, નવી દિલ્હીમાં 12થી 15 ઓગસ્ટ દરમિયાન આયોજિત ભારતીય વેપાર મહોત્સવ 2026 સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે એક ઐતિહાસિક અવસર બની રહ્યો, જ્યાં અજમેરા ફેશનએ પોતાની મજબૂત હાજરી નોંધાવી.
કંપનીના સ્થાપક અને CEO શ્રી અજય અજમેરાના નેતૃત્વ હેઠળ અજમેરા ફેશનએ સુરતના 60થી વધુ વેપારીઓને આ રાષ્ટ્રીય મંચ પર એકસાથે લાવ્યા, જ્યાં દરેક વેપારીને પોતાના ઉત્પાદનો પ્રદર્શિત કરવા, નવા સંપર્કો બનાવવા અને પોતાના વ્યવસાયને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવાની તક મળી. મહોત્સવમાં ટેક્સટાઇલ ક્ષેત્રનો સૌથી મોટો પેવેલિયન અજમેરા ફેશનનો રહ્યો, જેમાં દરેક ભાગીદાર વેપારી માટે અલગ પ્રદર્શન વ્યવસ્થા કરવામાં આવી હતી.
મહોત્સવ દરમિયાન અજમેરા પેવેલિયન અનેક ગણમાન્ય મહેમાનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો. દિલ્હી મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તા તથા CAITના રાષ્ટ્રીય મહામંત્રી અને સાંસદ શ્રી પ્રવીણ ખંડેલવાલે સ્ટોલની મુલાકાત લઈને સુરતની કારીગરીની પ્રશંસા કરી. આ ઉપરાંત, અનેક દેશોમાંથી આવેલા વિદેશી પ્રતિનિધિઓ અને ખરીદદારો પણ સુરતના ઉત્પાદનોમાં ઊંડો રસ દાખવ્યો.

આ ચાર દિવસ દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ અજમેરા ફેશનની ફ્રેન્ચાઇઝી બ્રાન્ડ્સ, અજમેરા ટ્રેન્ડ્સ અને લિટલ વિંગ્સ વિશે પણ માહિતી મેળવી. વિદેશમાં વસતા ભારતીયોના પરિવારજનો પણ સ્ટોલ પર પહોંચ્યા અને પોતાના બાળકોને આ વ્યવસાય સાથે જોડવા માટે માર્ગદર્શન મેળવ્યું.
શ્રી અજય અજમેરાની હાજરી મહોત્સવનું એક વિશેષ આકર્ષણ રહી. દેશના વિવિધ ભાગોમાંથી આવેલા લોકો તેમને મળવા અને તેમનું માર્ગદર્શન મેળવવા પહોંચ્યા. સાથે જ, ન્યૂઝ ચેનલોએ પણ તેમના ઇન્ટરવ્યૂને વિશેષ મહત્વ આપ્યું.
અજમેરા ફેશન માટે આ આયોજન માત્ર એક પ્રદર્શન નહોતું, પરંતુ એક મોટો અનુભવ અને શીખવાની તક પણ રહ્યું. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે આ સિદ્ધિ સુવર્ણ અક્ષરે નોંધાય તેવી રહેશે, જ્યાં એક કંપનીએ સમગ્ર ઉદ્યોગની સામૂહિક તાકાતને રાષ્ટ્રીય મંચ પર રજૂ કરી
