Search for:
  • Home/
  • શિક્ષણ/
  • સાર્વજનિક યુનિવર્સિટીના એસસીસીસીએના પ્રોફેસરે એનએસએસટીએ ખાતે ‘ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સ’ તાલીમ પૂર્ણ કરી

સાર્વજનિક યુનિવર્સિટીના એસસીસીસીએના પ્રોફેસરે એનએસએસટીએ ખાતે ‘ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સ’ તાલીમ પૂર્ણ કરી

સુરત. સાર્વજનિક યુનિવર્સિટી સંલગ્ન સાર્વજનિક કોલેજ ઓફ કોમર્સ એન્ડ કમ્પ્યુટર એપ્લિકેશન્સ સુરતના આંકડાશાસ્ત્ર વિભાગના સહાયક પ્રાધ્યાપક ડો. બન્ટી કિરીટકુમાર શાહે નેશનલ સ્ટેટિસ્ટિકલ સિસ્ટમ્સ ટ્રેનિંગ એકેડમી, ગ્રેટર નોઇડા ખાતે આયોજિત એક અઠવાડિક ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સ એક્સપોઝર ટ્રેનિંગ પ્રોગ્રામ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે.

આ તાલીમ કાર્યક્રમ ભારત સરકારના MoSPI હેઠળની NSSTA દ્વારા 15થી 20 ડિસેમ્બર, 2025 દરમિયાન આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુનિવર્સિટી અને કોલેજના પ્રાધ્યાપકોને ભારતીય ઓફિશિયલ સ્ટેટિસ્ટિકલ સિસ્ટમ, ડેટા સોર્સિસ અને તેમની શૈક્ષણિક તથા સંશોધનક્ષેત્રે ઉપયોગિતાની વિસ્તૃત સમજ આપવાનો હતો.

તાલીમ દરમિયાન ભારતીય આંકડાકીય વ્યવસ્થાની રચના, નેશનલ અકાઉન્ટ્સ સિસ્ટમ, ભાવ સૂચકાંક (પ્રાઇસ સ્ટેટિસ્ટિક્સ), સેન્સસ અને લોકસાંખ્યિક સૂચકો, એનએસએસ અને એનએફએચએસ સર્વે, એડમિનિસ્ટ્રેટિવ તથા અલ્ટરનેટિવ ડેટા સોર્સિસ સહિત e-Sankhyiki અને માઇક્રોડેટા કેટલોગ જેવા ડિજિટલ પ્લેટફોર્મ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. MoSPIના વિવિધ વિભાગોના નિષ્ણાત અધિકારીઓ દ્વારા લેવામાં આવેલા સત્રોએ તાલીમને અત્યંત ઉપયોગી અને વ્યવહારુ બનાવી હતી.

ડો. બન્ટી શાહે જણાવ્યું હતું કે, આ તાલીમથી મળેલું જ્ઞાન ભવિષ્યમાં શિક્ષણ કાર્ય, અભ્યાસક્રમ સમૃદ્ધિકરણ અને સંશોધન પ્રવૃત્તિઓમાં ઉપયોગી બનશે તેમજ વિદ્યાર્થીઓને ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સ સંબંધિત સંશોધન અને કારકિર્દી માટે પ્રોત્સાહન મળશે.

આ તાલીમ પૂર્ણ કર્યા બાદ ડો. શાહે તાલીમ પૂર્ણતા પ્રમાણપત્ર, હાજરી પ્રમાણપત્ર તથા તાલીમ અહેવાલ SCCCAના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ સમક્ષ રજૂ કર્યા છે અને તેને સાર્વજનિક યુનિવર્સિટીમાં પણ મોકલવા વિનંતી કરવામાં આવી છે.