તાપી એસોસીએશન દ્વારા તાપી ટ્રાવેલ એક્સ્પોનું આયોજન – ઉદ્યોગ, રોજગાર અને મહિલા સશક્તિકરણ તરફ અનોખી દિશા
તાપી એસોસીએશન ની અનોખી પહેલ રોજગારીની તકો અને સ્ત્રી સશક્તિકરણ ના થીમ પર ટ્રાવેલ એક્સ્પોનું આયોજન
તાપી એસોસીએશન દ્વારા ટ્રાવેલ એક્સ્પોનું આયોજન ૫૦૦થી વધુ મહિલાઓને વ્યવસાય માર્ગદર્શન અને ૩૦૦૦થી વધુ રોજગારીની તકનો લક્ષ્યાંક
દિવાળી તથા અન્ય તહેવારોની રજામાં લોકો ફરવા જવાનો પ્લાન કરતા હોય છે તેવા સમયમાં વિશ્વાસપાત્ર ટ્રાવેલ એજન્ટ અને ટુર ઓપરેટર પાસે પ્રવાસન માહિતી મેળવી ટુર પ્લાન કરી શકે તેવા હેતુથી તાપી એસોસીએશન તરફથી TTE-2025 તાપી ટ્રાવેલ એક્સ્પોના નામે એક અનોખી પહેલ કરવામાં આવી છે, જે 3 ઓગસ્ટે ઇન્ડોર સ્ટેડિયમ, સુરત ખાતે યોજાશે અને પ્રજાજન માટે ખુલ્લો રહેશે, જ્યારે 4 ઓગસ્ટનો દિવસ માત્ર ટ્રાવેલ એજન્ટ અને ટુર ઓપરેટર પુરતો સિમિત રહેશે.
આ એક્સ્પોમાં એક જ છત નીચે દેશના કશ્મીરથી લઈ કન્યાકુમારી અને વિદેશમાં ઓસ્ટ્રેલિયા થી અમેરિકા સુધીના દરેક ડેસ્ટિનેશનના પેકેજીસ તેમજ ટ્રાવેલ સંબંધિત તમામ સર્વિસીસ, સુરતના નામંકિત અને વિશ્વાસપાત્ર ટ્રાવેલ એજન્ટ્સ દ્વારા મળશે.
આ B2C (બિઝનેસ ટુ કન્ઝ્યુમર) એક્સ્પોમાં 170+ સ્ટોલ છે જેમાં મુલાકાતીઓને ભારત અને વિશ્વભરના દેશો માટે આકર્ષક ટ્રાવેલ ઑફર્સ અને વિવિધ વિકલ્પો મળશે. આ ઉપરાંત, મુલાકાતીને DRAW SYSTEM THROUGH ગિફ્ટ અને અન્ય રોમાંચક ઑફર્સનો લાભ મળશે, જે આ ઇવેન્ટને યાદગાર બનાવશે.

આ એક્સ્પો પહેલી વાર વિશિષ્ટ “Theme-Based Expo” તરીકે યોજાશે, જ્યાં માત્ર વ્યવસાય નહીં, પરંતુ વિદ્યાર્થીઓ અને નોકરી ઈચ્છુક યુવાનો માટે રોજગારની તક પણ ઊભી થશે. વિભિન્ન મેનેજમેન્ટ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાંથી યુવાનો અહીં મુલાકાત લઈને સ્થાનિક ટ્રાવેલ એજન્ટો સાથે સંવાદ સ્થાપી નોકરી મેળવવાની તક મેળવી શકશે.
તદુપરાંત, મહિલા સશક્તિકરણનું જીવતું ઉદાહરણ પૂરું પાડી, આ એક્સ્પોમાં વિશિષ્ટ મહિલા સંગઠનોમાંથી મહિલાઓ પણ મુલાકાત લેશે, જે ટ્રાવેલ ઉદ્યોગ વિશે જ્ઞાન મેળવે અને જો પોતાનો વ્યવસાય શરૂ કરવા ઈચ્છે તો તાપી એસોસીએશન તરફથી માર્ગદર્શન અને સાથ-સહકાર પણ મેળવી શક્શે.
તાપીના પ્રમુખ શ્રી વિનેશ શાહે માહિતી આપતા જણાવ્યું હતું કે
આ એક્સ્પો માત્ર વ્યવસાય માટે નથી, પણ રોજગાર અને મહિલા સશક્તિકરણ જેવી બાબતોને ધ્યાનમાં રાખી ઉદ્યોગના સર્વાંગી વિકાસ માટે એક મજબૂત માળખું ઉભું કરશે. જેમાં 500થી વધુ મહિલાઓને ઉદ્યોગમાં જોડવાનો અને 3000થી વધુ રોજગારના અવસર ઊભા કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.”
ઉપપ્રમુખ શ્રી જિગ્નેશ પટેલે જણાવ્યું કે
તાપી ટૂંક સમયમાં તાપી ટ્રાવેલ ઈન્સ્ટીટ્યુટ શરૂ કરવા જઈ રહી છે, જેમાં બિઝનેસ અને રોજગાર આધારિત ટૂરિઝમ કોર્સ કરાવવામાં આવશે. આ કોર્સ ઉદ્યોગમાં આવવા ઈચ્છુક માટે સંપૂર્ણ માર્ગદર્શન અને તાલીમ અપાશે, તેમજ ઈન્સ્ટ્રીમાં સ્ટાફની અછત પૂર્ણ કરવા મદદરૂપ થશે.”
સેક્રેટરી શ્રી અમિત પટેલ તથા ખજાનચી શ્રી શિવકુમારએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે
અમારું એસોસિયેશન વ્યવસાયની તકો વિકસાવવાની સાથે સાથે, સમાજમાં એકરૂપતા અને સમાનતા જાળવવા માટે સેવા અને સંસ્કાર આધારિત કાર્યો પણ કરે છે. અમારું લક્ષ્ય વ્યાપાર સાથે સંસ્કાર અને સદ્દભાવનાને પણ આગળ વધારવાનું છે.”
આ એક્સપોમાં મુલાકાતીઓ ને દિવાળી તથા આવનારા તહેવારોના પેકેજીસ પર ખાસ ડિસ્કાઉન્ટ અને અપ્રતિમ ઓફરો મળવા ઉપરાંત દરેક કલાકે લકી ડ્રો દ્વારા ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ પેકેજના ગીફ્ટ વાઉચર પણ જાહેર કરવામાં આવશે ઉપરાંત
વિશ્વાસપાત્ર ટ્રાવેલ એજેન્ટ કે ટુરઓપરેટર સાથે સીધી મુલાકાત લઈ સ્થળ પર જ આઈટીનરી પ્લાનીંગ, તત્કાલ ડીસ્કાઉન્ટ નો ફાયદો પણ મેળવી શકાશે તથા નવા નવા અને પ્રમાણમાં ઓછા એવા અજાણ્યા પ્રદેશો કે સ્થળો અંગે માહિતી માહિતી મેળવી શકાશે.
આ એક્સપોનો મુખ્ય હેતુ પ્રવાસીઓને વિશ્વસનીય સેવા આપવાનો છે, અને તહેવારોના દિવસોમાં પ્રવાસ યોજના કરનારા માટે આ એક્સ્પો અમૂલ્ય તક સાબિત થશે. સાથે સાથે સ્થાનિક ટ્રાવેલ એજન્ટોને ધંધો મળે અને નોકરી ઈચ્છુકોને રોજગાર મળે, મહિલાઓને ધંધાકીય માર્ગદર્શન મળે તેવો સર્વાંગી દ્રષ્ટિકોણ અહીં સમાવવામાં આવ્યો છે.