Search for:
  • Home/
  • હેલ્થ/
  • ડૉક્ટર્સ ડેના અવસરે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન અને સખિયા સ્કિન ક્લિનિક દ્વારા રક્તદાન શિબિરનું આયોજન

ડૉક્ટર્સ ડેના અવસરે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન અને સખિયા સ્કિન ક્લિનિક દ્વારા રક્તદાન શિબિરનું આયોજન

સુરત: ભારતની નંબર ૧ સ્કિન ક્લિનિક ચેઇન – સખિયા સ્કિન ક્લિનિક દ્વારા ડૉક્ટર્સ ડેના અવસરે રવિવારના રોજ વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.

ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA) દ્વારા સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં 101 સ્થળોએ રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ઉમંગપૂર્વક ભાગ લીધો અને રક્તદાન કર્યું.

સખિયા સ્કિન ક્લિનિકના ચીફ ડર્મેટોલોજિસ્ટ ડૉ. જગદીશ સખિયાએ જણાવ્યું કે, 1 જુલાઈની તારીખે સમગ્ર વિશ્વમાં ડૉક્ટર્સ ડે ઉજવવામાં આવે છે. એ દિવસે તબીબી ક્ષેત્રે યોગદાન આપનારા ડોક્ટર્સ આભાર માનવો સાથે સાથે સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે IMA સુરત દ્વારા રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું.

તેના અનુસંધાનમાં સખિયા સ્કિન ક્લિનિક દ્વારા સુરત શહેરમાં વરાછા વિસ્તાર માં રક્તદાન શિબિર યોજાઈ હતી , કિરણ હોસ્પિટલના સહયોગથી, રવિવારે વલ્લભાચાર્ય કમ્યુનિટી હોલ, હીરાબાગ, નવસારી રોડ, વરાછા ખાતે પણ વિશાળ રક્તદાન શિબિર સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું .

શિબિરમાં સખિયા સ્કિન ક્લિનિકના દર્દીઓ અને શહેરના યુવાનોને રક્તદાન માટે આમંત્રણ અપાયું હતું. સવારના ૧૧ વાગ્યાથી બપોરના ૩ વાગ્યા સુધી યોજાયેલ શિબિરમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા અને ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું.

સખિયા સ્કિન ક્લિનિક તરફથી રક્તદાતાઓ માટે જમવાનુ, પાણી,જુઈસ અને હેલ્થ ચેકઅપની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
ડૉ. જગદીશ સખિયાનું કહેવું છે કે,

“સમાજમાં રક્તદાનની મહત્વતા લોકો સુધી પહોંચવી જોઈએ, જેથી આવશ્યક સમયે કોઈ વ્યક્તિને રક્તની અછત ન પડે.”