લેખક ગ્રીનમેન વિરલ દેસાઈના પુસ્તકની બીજી આવૃત્તિ માત્ર બે મહિનામાં લોન્ચ થઈ
સુરત: ગ્રીનમેન તરીકે જાણીતા પર્યાવરણપ્રેમી અને લેખક વિરલ દેસાઈએ જૂન મહિનામાં ‘આર્કિટેક્ટ ઑફ અમૃતપથ’ નામે અંગ્રેજી અને ગુજરાતીમાં પુસ્તક લોન્ચ કર્યું હતું, જે પુસ્તકને વાચકો દ્વારા અત્યંત બહોળો પ્રતિસાદ સાંપડ્યો હતો. એ કારણે વિરલ દેસાઈના પુસ્તકની માત્ર બે મહિનામાં બીજી આવૃત્તિ પ્રકાશિત કરવી પડી હતી, જેનું વિમોચન સુરતના સ્પેશિયલ બાળકો [...]