લિયો ગ્રુપ ઓફ સ્કૂલના સનલાઇટ વિદ્યાલય ખાતે દીવાળી સેલિબ્રેશન અને સ્નેહમિલન સમારોહ યોજાયો

સુરત. લિયો ગ્રુપ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુટ સંચાલિત સનલાઇટ વિદ્યાલય ખાતે ઉત્સાહભેર દીવાળી સેલિબ્રેશન અને સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીઓ દ્વારા ઉપસ્થિત સૌ કોઈને દીવાળીની ઉષ્માભરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને પરંપરાગત રીતે ગિફ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું.


આ ભવ્ય કાર્યક્રમમાં લિયો ગ્રુપ ઓફ સ્કૂલના ટ્રસ્ટીશ્રીઓ રામજીભાઈ ગોંડલિયા, વિનુભાઈ કથીરિયા, જીતુભાઈ ગોંડલિયા, દિવ્યેશભાઈ લાખાણી તેમજ સંસ્થાના ટ્રસ્ટી શ્રી જયસુખભાઈ કથીરિયા વગેરે મહાનુભાવો પોતાના પરિવાર સાથે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.


સમારોહ દરમિયાન, શાળામાં ૨૪ વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક સેવાઓ આપનાર હીરાભાઈ ચાવડા આગામી પ્રગતિકારક પગલાં રૂપે રાજકોટ તરફ પ્રયાણ કરી રહ્યા હોય, તેમને અને તેમના ધર્મપત્ની વર્ષાબેન ચાવડાને સંસ્થા પરિવાર દ્વારા ભીની આખે અને ભવ્ય શુભેચ્છાઓ સાથે વિદાય આપવામાં આવી હતી.


સમગ્ર કાર્યક્રમમાં શાળાના પરિવારજનોએ એકબીજાને આલીંગન આપી પર્વની ઉજવણી કરી હતી અને વાતાવરણ ઉત્સાહ તથા આનંદથી છવાઈ ગયું હતું.