કૃષિ ક્ષેત્રમાં ગુણવત્તા, નવીનતા અને ખેડૂતહિત માટેના યોગદાનને પ્રતિષ્ઠિત ઓળખ
ગાંધીનગર: સંદેશ ન્યૂઝ ચેનલ દ્વારા આયોજિત ‘કૃષિ ક્રાંતિ સીઝન–5’ ના વિશેષ કોન્ક્લેવમાં સુરત સ્થિત કૃષિ ઇન્ડિયા કોર્પોરેશન લિમિટેડ એ ગૌરવપૂર્ણ સહભાગિતા નોંધાવી હતી. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કૃપેશ પાનેલિયાએ કાર્યક્રમમાં ભાગ લઈને કૃષિ ક્ષેત્ર, જમીનનું સ્વાસ્થ્ય અને ટકાઉ ખેતીના વિકાસ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
આ પ્રસંગે ગુજરાત સરકારના માનનીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમ દરમિયાન ‘માટી બચાવો, ખેતી બચાવો: Soil Healthનું મોટું સત્ય’ વિષય પર અર્થપૂર્ણ ચર્ચા યોજાઈ હતી. તેમાં જમીનની ફળદ્રુપતા જાળવવા, ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધારવા, સંતુલિત પોષણ વ્યવસ્થાપન અપનાવવા તથા ખેડૂતોને ટકાઉ કૃષિ તરફ પ્રોત્સાહિત કરવા જેવા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
કૃષિ ક્ષેત્રમાં સક્રિય યોગદાન, ગુણવત્તાસભર કૃષિ ઉત્પાદનો અને ખેડૂતકેન્દ્રિત કાર્યપદ્ધતિ બદલ કૃષિ ઇન્ડિયા કોર્પોરેશન લિમિટેડનું માનનીય કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે ગૌરવપૂર્ણ સન્માન કરવામાં આવ્યું હતું. કંપની વતી મેનેજિંગ ડિરેક્ટર શ્રી કૃપેશ પાનેલિયા, ફાઉન્ડર શ્રી નિકુંજ મકવાણા અને શ્રી રવિ પીઠડિયા એ આ સન્માન સ્વીકાર્યું હતું.
આ સન્માન કંપની માટે ગૌરવની ક્ષણ હોવાની સાથે ગુણવત્તા, નવીનતા અને ખેડૂતોની સમૃદ્ધિ માટે કરવામાં આવી રહેલા સતત પ્રયાસોની પ્રતિષ્ઠિત ઓળખ છે. કંપની જમીનનું સ્વાસ્થ્ય સુધારવા અને પાકની ઉત્પાદકતા વધારવામાં સહાયક ગુણવત્તાયુક્ત તથા અસરકારક કૃષિ ઉત્પાદનો ખેડૂતો સુધી પહોંચાડવા માટે સતત કાર્યરત છે.
‘સંદેશ કૃષિ ક્રાંતિ’ જેવા પ્રતિષ્ઠિત મંચ પર થયેલું આ સન્માન કૃષિ ઇન્ડિયા કોર્પોરેશન લિમિટેડની વિશ્વસનીયતા, કાર્યક્ષમતા અને કૃષિ ક્ષેત્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ ઉજાગર કરે છે. આ સિદ્ધિ કંપનીના સમગ્ર પરિવાર, વિતરકો, ડીલરો અને ખેડૂતોના વિશ્વાસ તથા સહયોગનું પ્રતિબિંબ છે.
આગામી સમયમાં પણ કૃષિ ઇન્ડિયા કોર્પોરેશન લિમિટેડ નવીન કૃષિ ઉકેલો, ગુણવત્તાસભર ઉત્પાદનો અને ખેડૂતોને જરૂરી તકનીકી માર્ગદર્શન પૂરું પાડીને ભારતના કૃષિ વિકાસ તથા ખેડૂતોની સમૃદ્ધિમાં સક્રિય યોગદાન આપવાનું ચાલુ રાખશે.
