દુબઈમાં વર્લ્ડ માઇન્ડ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં સુરતના બાળકો ચમક્યા
ઉમર ફારુક પટેલ, જિશા દેસાઈ, ઝારા ફારુક પટેલ, અર્ના કાપડિયા, દિવ્યમ લધ્ધા, યુગ કાવઠિયા અને દેવ શાહ જેઓ સુરત-ગુજરાતના પ્રતિભાશાળી યુવાનો એ દુબઈમાં યોજાયેલી પ્રતિષ્ઠિત વર્લ્ડ માઇન્ડ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં તેમની કેટેગરીમાં વિજય મેળવ્યો છે. 7,485 સ્પર્ધકોમાંથી, માત્ર 150 વિદ્યાર્થીઓ જ આ પ્રતિષ્ઠિત ઇવેન્ટ માટે ક્વોલિફાય થયા હતા. આ સ્પર્શમાં 10 દેશોમાંથી પ્રતિભાશાળી યુવા વિદ્યાર્થીઓ સ્પર્ધક તરીકે આવ્યા હતા. આ ચેમ્પિયનશિપમાં સુડોકુ, ચેસ, વર્ડ બેંક, ફ્લેશ મેથ્સ, ઓડિટર મેથ્સ , 10 ક્યુબમાં 1000, N- Fix, MMCWC – જુનિયર, MMCWC – સિનિયર, All 3 Cube જેવી 10 પડકારરૂપ સ્પર્ધાઓ હતી.
સુરતના બાળકોએ અસાધારણ પરાક્રમનું પ્રદર્શન કરીને ટોચના સન્માન મેળવ્યા: ઉમર પટેલ N-Fix માં ચેમ્પિયન, ચેસમાં સેકન્ડ રનર અપ અને All 3 Cube માં સેકન્ડ રનર અપ,
જીશા દેસાઈ MMCWC JR માં પ્રથમ રનર અપ,
ઓડિટરીમાં અર્ના કાપડિયા સેકન્ડ રનર અપ,
દિવ્યમ લદ્દા MMCWC SR માં પ્રથમ રનર અપ, N Fix માં યુગ કાવઠીયા સેકન્ડ રનર અપ, ઝારા ફારુક પટેલ અને દેવ શાહ વેરાટાઈલ ટ્રોફી મેળવી હતી. આ નોંધપાત્ર સિદ્ધિ તેમના સમર્પણ, સખત મહેનત અને બૌદ્ધિક શ્રેષ્ઠતાનો પુરાવો છે.
જીનિયસ કિડના સ્થાપક યુસેબીયસ નોરોન્હાએ જણાવ્યું હતું કે, “તેમને વૈશ્વિક મંચ પર આપણા રાષ્ટ્રને ગૌરવ અપાવતા જોઈને અમે રોમાંચિત છીએ,” આ સિદ્ધિ અમને વધુ યુવાનોને આવી માઈડ ગેમ માં પોતાની શ્રેષ્ઠતા પુરવાર કરવા પ્રોત્સાહન આપવા પ્રેરણા આપે છે.