વણઝારા”નો સુરીલો ધમાકો: ગુજરાતી લોક-સંગીતની નવી ઉડાન ન્યુયોર્કના ટાઈમ્સ સ્ક્વેર સુધી
ગુજરાતની સુપ્રસિદ્ધ લોક ગાયિકા અને પ્લેબેક સિંગર કવિતા દાસનું નવું ગીત “વણઝારા” ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. આ ગીત ન્યુયોર્કના ટાઈમ્સ સ્ક્વેર ખાતે લોન્ચ થનારું પ્રથમ ગુજરાતી ગીત બન્યું છે, જેણે ગુજરાતી સંગીતની સુગંધને વૈશ્વિક ફલક પર પહોંચાડી છે. “વણઝારા” એ ગુજરાતની પરંપરાગત લોક-સંસ્કૃતિ અને આધુનિક EDM (ઈલેક્ટ્રોનિક ડાન્સ મ્યુઝિક)નું [...]