Search for:
  • Home/
  • લાઇફસ્ટાઇલ/
  • મોરારી બાપુએ મોરબી રામકથાનું સમાપન કર્યું, હૃદયમાં સકારાત્મક પરિવર્તનને પ્રકાશિત કર્યું

મોરારી બાપુએ મોરબી રામકથાનું સમાપન કર્યું, હૃદયમાં સકારાત્મક પરિવર્તનને પ્રકાશિત કર્યું

મોરારી બાપુએ સ્પષ્ટતા કરી કે મોરબી બ્રિજ કેસમાં કોર્ટનો આદેશ જ સર્વોપરી છે, આરોપીઓને માફ કરવાની હિમાયત કરી નથી

તલગાજરડા (ગુજરાત) [ભારત], 10 ઓક્ટોબર: ગત વર્ષે મોરબી પુલ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના શ્રદ્ધાંજલિ સંદર્ભે  પૂજ્ય મોરારીબાપુની કથાએ ગઈકાલે મોરબી ખાતે વિરામ લીધો. આ કથા દરમિયાન પુલ દુર્ઘટનામાં જે લોકો મૃત્યુ પામ્યા હતા તેમના પરિવારજનોની મુલાકાતે પૂજ્ય બાપુ સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા અને કબીર બાપુ શ્રી શિવરામ બાપુ ગયા હતા અને એ સમયે ભોગ બનેલા લોકો ના પરિવારજનોએ જે ભાવ વ્યક્ત કર્યો હતો એ ગઈકાલે બાપુએ વ્યાસપીઠ પરથી સ્પષ્ટ કર્યો કે ભોગ બનેલા લોકોના સ્વજનોને ક્ષમા આપવાના વિચાર આવ્યો છે. મેટર કોર્ટમાં છે એથી એ વિશે કંઈ કહેવું અસ્થાને છે પરંતુ કથા ની અસરો વ્યાપક છે અને તે લોકોનાં વિચારો બદલે છે. પુજ્ય મોરારિબાપુએ જેલમાં રહેલા લોકોને મુકત કરવા વિનંતી કરી જ નથી. જેની આ સાથે સ્પષ્ટતા કરવામાં આવે છે. સાથેના વિડિયો આ વાતની પુષ્ટિ કરે છે. રામકથા લોકોનું હ્રદય પરિવર્તન કરે છે એ મતલબની વાત પુજય બાપુએ કથાના સમાપનમાં કરી છે.